ગોવામાં આજે કરવામાં આવ્યું ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવનું સમાપન
Live TV
-
ગોવામાં 16 જાન્યુઆરીથી શરૂ થયેલા 51માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવનું આજે સમાપન થઈ ગયું છે. આ ફિલ્મોત્સવમાં વિવિધ વિષયો પર અનેક ક્ષેત્રીય ભાષાઓની ફિલ્મોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શનિવારે ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝ પર આધારિત અને શ્યામ બેનેગલ નિર્દેશિત સુભાષચંદ્ર બોઝ ફર્ગોટન હીરો નામની ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. નવ દિવસના આ ફિલ્મોત્સવમાં ગુજરાતી ફિલ્મ પાંચિકાને પણ સ્થાન આપવામાં આવ્યું હતું. આ સાથે જ આ ફિલ્મોત્સવ દરમિયાન વર્ષ 2020માં દુનિયાને અલવિદા કહે દેનારા ફિલ્મી હસ્તીઓને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી.
