Skip to main content
Settings Settings for Dark

જાપાનમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં ભારત 12 સુવર્ણ, 25 રજત અને 34 કાંસ્યચંદ્રકો સાથે મેડલ ટેલીમાં છઠ્ઠા સ્થાને

Live TV

X
  • જાપાનમાં 20મી એશિયન ગેમ્સમાં આજે ભારતે બોક્સિંગમાં સુવર્ણચંદ્રક જીત્યો. લોવલીના બોર્ગોહેને 75 કિલોગ્રામ વર્ગમાં ચીનની બાઓ ઝીયીને હરાવીને 12 વર્ષમાં મહિલા બોક્સિંગમાં ભારતનો પહેલો સુવર્ણચંદ્રક જીત્યો.

    મહિલા રિકર્વ ટીમ તીરંદાજી ઇવેન્ટમાં સુવર્ણચંદ્રક જીતીને ભારતે ઇતિહાસ રચ્યો. ફાઇનલમાં અંકિતા ભકત, કીર્તિ શર્મા અને કુમકુમ મોહોડની ભારતીય ટીમે વિશ્વ ચેમ્પિયન અને દસ વખતની ઓલિમ્પિક ચેમ્પિયન દક્ષિણ કોરિયાને 5-3 થી પરાજય આપ્યો. એશિયન ગેમ્સમાં મહિલા રિકર્વ ટીમ ઇવેન્ટમાં આ ભારતનો પ્રથમ સુવર્ણચંદ્રક છે. સેમિફાઇનલમાં ભારતીય ટીમે ચીનને 5-1 થી હરાવીને પ્રથમ વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. દરમિયાન રિકર્વ મિક્સ્ડ ટીમ તીરંદાજીમાં ભારતે રજત ચંદ્રક જીત્યો. કુમકુમ મોહોડ અને ધીરજ બોમ્મદેવરાની ભારતીય જોડીએ રજત ચંદ્રક જીત્યો.

    મહિલાઓની નૌકાયાન ઇવેન્ટમાં ભારતની નેત્રા કુમાનને કાંસ્યચંદ્રક જીત્યો. ભારત 12 સુવર્ણ, 25 રજત અને 34 કાંસ્યચંદ્રકો સહિત 70 ચંદ્રકો સાથે મેડલ ટેલીમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે.

    રાષ્ટ્રપતિ દ્રૌપદીમુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં ચંદ્રક વિજેતાઓને અભિનંદન પાઠવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-10-2026 Max Temp : °C Min Temp : °C
apply