જાપાન તેનું મૂન મિશન લોન્ચ કરશે, 4-6 મહિનામાં ચંદ્રની સપાટી પર પહોંચશે લેન્ડર
Live TV
-
ભારતના ચંદ્રયાન-3 ની સફળતા બાદ હવે જાપાન પણ તેનું મૂન મિશન લોન્ચ કરશે. જાપાન ચંદ્ર માટે એક સ્માર્ટ લેન્ડર લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ લોન્ચિંગ જાપાનીઝ એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (JAXA) દ્વારા કરવામાં આવી રહ્યું છે. જાપાનના આ સ્માર્ટ લેન્ડરને “રાઈડ-શેર” પેલોડ તરીકે XRISM મિશન સાથે H2A બૂસ્ટર પર તાનેગાશિમા સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. આ લેન્ડર આગામી 4-6 મહિનામાં ચંદ્રની સપાટી પર પહોચી શકે છે. આ રસપ્રદ સમાચાર સામે આવ્યા બાદ સમગ્ર વિશ્વનું ધ્યાન હવે જાપાન તરફ છે. ખાસ કરીને જ્યારે રશિયાનું લુના-25 હમણાં જ ચંદ્ર ઉતરાણમાં નિષ્ફળ ગયું છે. આવી સ્થિતિમાં, આ મિશન હવે જાપાન માટે એક પડકાર છે.
