જાપાન સંરક્ષણને મજબૂત કરવા લાંબા અંતરની મિસાઇલોની સીરિઝ વિકસાવશે
Live TV
-
જાપાને ચીન સાથે વધતા તણાવ વચ્ચે સંરક્ષણને મજબૂત કરવા લાંબા અંતરની મિસાઇલોની શ્રેણી વિકસાવવાની જાહેરાત કરી છે. જાપાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે મિત્સુબિશી હેવી ઇન્ડસ્ટ્રીઝ સાથે 2027 સુધીની યોજના હેઠળ શસ્ત્રોના મોટા પાયે ઉત્પાદન કરવા માટે કરાર કર્યા છે. 280 અબજ ડૉલર કરતાં પણ વધુ મૂલ્યના આ સોદામાં ગયા ડિસેમ્બરમાં પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદાની જાહેરાત અનુસાર નિર્ણય લીધો છે.
