તિબેટના આધ્યાત્મિક ગુરુ દલાઈ લામા ઘુંટણની સારવાર માટે અમેરિકા જશે
Live TV
-
તિબેટના આધ્યાત્મિક ગુરુ દલાઈ લામા ઘૂંટણની સર્જરી માટે અમેરિકા જવા માટે પહેલા દિલ્હી અને બાદમાં સ્વીટઝરલેન્ડ પહોંચ્યા હતા. સ્વીટઝરલેન્ડથી આજે તેઓ અમેરિકા જવા રવાના થશે.
તિબેટના આધ્યાત્મિક ગુરુ દલાઈ લામા ઘૂંટણની સર્જરી માટે 21 જૂનના રોજ ધર્મશાલાથી દિલ્હી જવા રવાના થયા હતા. એ પહેલા કાંગડા એરપોર્ટ પર બહોળી સંખ્યામાં તિબેટીયનો તેમને શુભેચ્છા પાઠવવા પહોંચ્યા હતા. દિલ્હીમાં એક દિવસ રોકાયા બાદ તેઓ સ્વીટઝરલેન્ડના ઝ્યુરિચ પહોંચ્યા હતા. આજે ઝ્યુરીચથી તેઓ અમેરિકા જવા માટે રવાના થશે. ઝ્યુરિચ પહોંચતા એરપોર્ટ પર જ તિબેટીયન ગીત અને નૃત્ય સાથે તિબેટીયનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યુ હતુ. આધ્યાત્મિક ગુરુની એક ઝલક મેળવવા માટે બહોળી સંખ્યામાં તિબેટીયનો ઝ્યુરિચ એરપોર્ટ પર પહોંચ્યા હતા.
નોંધનીય છે કે આ સપ્તાહની શરૂઆતમાં માઈકલ મેકકોલના નેતૃત્વમાં યુએસ કોંગ્રેસનું દ્વિપક્ષીય પ્રતિનિધિમંડળ ધર્મશાલામાં દલાઈ લામાને મળ્યું હતું. ભૂતપૂર્વ યુએસ હાઉસ સ્પીકર નેન્સી પેલોસી, જે પ્રતિનિધિમંડળનો ભાગ હતા, તેમણે તિબેટના લોકો માટે કોંગ્રેસના સમર્થનને ભારપૂર્વક સમર્થન આપ્યું હતું.
