Skip to main content
Settings Settings for Dark

તિબેટના શિગાત્સે શહેરમાં ભૂકંપ, ચીની સરકારી મીડિયાએ મૃતકોની સંખ્યા 32 દર્શાવી

Live TV

X
  • ચીનની સત્તાવાર સમાચાર એજન્સી શિન્હુઆએ જણાવ્યું છે કે તિબેટના શિગાત્સે શહેરમાં મંગળવારે (7 જાન્યુઆરી, 2025)ના રોજ આવેલા ભૂકંપમાં 32 લોકોના મોત થયા છે અને 38 લોકો ઘાયલ થયા છે.

    શિગાત્સે શહેરમાં આવેલા આ ભૂકંપને કારણે ત્યાં નોંધપાત્ર નુકસાન થવાની આશંકા છે.

    નેપાળની રાજધાની કાઠમંડુ સહિત ઉત્તર ભારતમાં આ ભૂકંપના ભારે આંચકા અનુભવાયા હતા.

    યુએસ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ચીનના તિબેટમાં હતું, જ્યાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

    આ પહેલાં USGSએ ભૂકંપનું કેન્દ્ર નેપાળના લોબુચે વિસ્તાર તરીકે દર્શાવ્યું હતું પરંતુ પછી તેણે તેને બદલી નાખ્યું.

    USGS એ નેપાળના ખુમ્બુ ક્ષેત્રમાં 4.8 થી વધુની તીવ્રતાના ચાર ભૂકંપ પણ નોંધ્યા છે.

    જ્યારે ચીનની સરકારી ચેનલ CCTV અનુસાર, ભારતીય સમય અનુસાર મંગળવારે સવારે 6.35 વાગ્યે તિબેટના શિગાત્સે શહેરમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply