તુર્કી-સીરિયામાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધ્યો, અત્યાર સુધીમાં 1500થી વધુ લોકોના મૃત્યુ
Live TV
-
તુર્કી-સીરિયામાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધ્યો છે. મૃત્યુઆંકની વાત કરીએ અત્યાર સુધીમાં 1500થી વધુ લોકોના મૃત્યુ થયાના સમાચાર સામે આવ્યા છે. જ્યારે 25થી વધુ બિલ્ડીંગો ધરાસાઈ થઈ ગઈ હતી. તૂર્કીના એકીનોઝુથી 4 કિ.મી.ના દક્ષિણ-દક્ષિણપૂર્વમાં 7.5ની તીવ્રતાનો વધુ એક શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. જેની યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેએ પુષ્ટિ કરી છે. આ દરમિયાન કાટમાળમાંથી લોકોને બચાવવામાં આવી રહ્યા છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાને જણાવ્યું હતું કે, ધરાશાયી થયેલી ઇમારતોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.
આજે વહેલી સવારે ભારતીય સમયઅનુસાર 4.17 કલાકે તુર્કીમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં અત્યાર સુધીમાં 1500થી વધુ લોકોના મૃત્યુ થયાના સમાચાર હાલ સામે આવી રહ્યા છે. મહત્વવનું છે કે 25થી વધુ બિલ્ડીંગ ધરાસાઈ થઈ છે. ત્યારે આ ઘટના બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખની લાગણી વ્યક્ત કરી છે. આજે પ્રધાનમંત્રી કાર્યલય ખાતે એક બેઠક મળી હતી જેમાં નક્કી કરવામાં આવ્યું છે કે તુર્કીમાં રાહત સામગ્રી તરીકે દવાઓ, મેડીકલ સાધનો સહિત તબીબોની ટીમ, ખાસ તાલીમ પામેલા ડોગ સ્કવોડ અને NDRFના 100 જવાનોની 2 ટીમ મોકલવામાં આવશે.
