Skip to main content
Settings Settings for Dark

દિલ્હીમાં ભારત અને જાપાનના વિદેશમંત્રીએ વ્યૂહાત્મક ભાગીદારીમાં થયેલી પ્રગતીની સમીક્ષા કરી

Live TV

X
  • વિદેશમંત્રી એસ. જયશંકર અને જાપાનના વિદેશમંત્રી હયાશી યોશીમાસાએ ગઈકાલે નવી દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં બંને દેશોના વ્યૂહાત્મક ભાગીદારીમાં થયેલી પ્રગતીની સમીક્ષા કરી હતી. બન્ને અગ્રણીઓએ દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વ ધરાવતા મુદ્દાઓ અંગે સર્વગ્રાહી ચર્ચા કરી હતી.

    બન્ને અગ્રણીઓએ સેમિકન્ડક્ટર સહિત વિવિધ ક્ષેત્રની અદ્યતન ટેકનોલોજી, પૂરવઠાની શ્રેણી સહિત મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરી હતી. તેમણે સંરક્ષણ ક્ષેત્ર સહિત વિવિધ ક્ષેત્રોમાં ભારત અને જાપાનના વધી રહેલા સહકાર અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. 

    વર્ષ 2023 ની ભારત – જાપાન પ્રવાસન આદાન પ્રદાન વર્ષ તરીકે થઈ રહેલી ઉજવણીના સંદર્ભમાં બંને અગ્રણીઓએ બંને દેશોના નાગરિકો વચ્ચેનો સંપર્ક વધારવા ઉપર ભાર મૂક્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply