નાઈજીરિયામાં થયેલ બોમ્બ વિસ્ફોટમાં 50 થી વધુ લોકોના મોત, અનેક ઘાયલ
Live TV
-
મધ્ય નાઇજીરીયામાં થયેલ બોમ્બ વિસ્ફોટમાં 50થી વધુ લોકોના દુ:ખદ મોત થયા હતા જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. આ પ્રદેશ પહેલેથી જ વંશીય અને ધાર્મિક તણાવ માટે જાણીતો છે. આ ઘટના ઉત્તર મધ્ય નાઈજીરીયાના નસારાવ અને બેનુ રાજ્યો વચ્ચે બની હતી. અહેવાલ અનુસાર, મધ્ય નાઈજીરીયામાં વંશીય પ્રતિશોધની ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી છે જે મધ્ય બેલ્ટ તરીકે ઓળખાય છે. ભરવાડો અને ખેડૂતો વચ્ચેના સંઘર્ષને કારણે હિંસાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. આ પહેલા સમાચાર આવ્યા હતા કે, બોમ્બ વિસ્ફોટમાં 54 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. વિસ્ફોટમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જેને કારણે મૃત્યુંઆંક હજુ પણ વધવાની સંભાવના છે. આ વિસ્ફોટ કોના દ્વારા કરવામાં આવ્યો છે તે હજુ સુધી જાણી શકાયુ નથી. વિસ્ફોટને પગલે સુરક્ષા એજન્સીઓ કામે લાગી ગઈ છે અને વિસ્ફોટ પાછળ સંકળાયેલા લોકોની તપાસ કરી રહી છે. તો બીજી તરફ વિસ્ફોટ સ્થળેથી રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.
