નેપાળની સર્વોચ્ચ અદાલતે રબી લામિછાને નાગરિકતા અને પાસપોર્ટ કેસમાં દોષી ઠેરવ્યા
Live TV
-
નેપાળની સર્વોચ્ચ અદાલતે ગતરોજ કાઠમંડુમાં નવી સરકારને આશ્ચર્યજનક આંચકો આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે નેપાળના ગૃહમંત્રી રબી લામિછાને નાગરિકતા અને પાસપોર્ટ કેસમાં દોષી ઠેરવ્યા હતા. આ ઉપરાંત, શુક્રવારે કોર્ટની બંધારણીય બેંચના ચુકાદા મુજબ રબીએ સંસદ સભ્ય તરીકેનું તેમનું પદ પણ ગુમાવ્યું પડ્યું છે. કોર્ટે વધુમાં કહ્યું હતું કે રબીએ તેમની નેપાળની નાગરિકતા પાછી મેળવ્યા વિના જ તેમની રદ કરાયેલી નાગરિકતાનો ઉપયોગ કર્યો હતો, અને તેની નેપાળી નાગરિકતા માટે નવેસરથી અરજી પણ કરી ન હતી. નેપાળ નાગરિકતા અધિનિયમ, 2006ની કલમ 11 અનુસાર નેપાળની નાગરિકતા પ્રાપ્ત કરવાની પ્રક્રિયા શરૂ ન કરવાનો તેમના પર આરોપ હતો.
