નેપાળ-તિબેટ સરહદી વિસ્તારમાં આવેલા ભૂકંપને કારણે 126 લોકોનું થયું મૃત્યુ
Live TV
-
7.1 ની તીવ્રતાના ભૂકંપમાં 126 લોકોનું મૃત્યુ અને 188 ઘાયલ થયાના અહેવાલ સામે આવ્યા
નેપાળ-તિબેટ સરહદી વિસ્તારમાં આવેલા 7.1 ની તીવ્રતાના ભૂકંપમાં 126 લોકોનું મૃત્યુ અને 188 ઘાયલ થયાના અહેવાલ સામે આવ્યા છે. આ ભૂકંપમાં 1000 થી વધુ મકાનો ધરાશાયી થયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે ભૂકંપ મંગળવારે સવારે 6:35 વાગ્યે આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ અક્ષાંશ 28.86 ડિગ્રી ઉત્તર અને રેખાંશ 87.51 ડિગ્રી પૂર્વમાં 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. આ સ્થાન નેપાળ સરહદ નજીક શિઝાંગ તરીકે ઓળખવામાં આવ્યું હતું.
ભારતમાં અત્યાર સુધી કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયું નથી
શિઝાંગ શહેરમાં લોકો ઘાયલ થયા હોવાની સાથે મૃત્યુનો મોટો આંકડો સામે આવ્યો છે. ત્યારે આ ભૂકંપના કારણે એક ઈમારત પણ જમીનદોસ્ત થઈ હતી. આ ભૂકંપ સમગ્ર ઉત્તર ભારતમાં પણ અનુભવાયો હતો, જે બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને દિલ્હી-એનસીઆર જેવા વિસ્તારોને અસર કરે છે. જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને તેઓ ઘરની બહાર નીકળી ગયા હતા. ભારતમાં અત્યાર સુધી કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના સમાચાર નથી.
નેપાળ અત્યંત ધરતીકંપની રીતે સક્રિય પ્રદેશમાં સ્થિત છે
જોકે શરૂઆતી ભૂકંપ પછી બે આફ્ટરશોક આવ્યા હતા. પ્રથમ 4.7 ની તીવ્રતાનો ભૂકંપ સવારે 7:02 વાગ્યે નોંધવામાં આવ્યો હતો. ત્યારે તેનું કેન્દ્રબિંદુ અક્ષાંશ 28.60 ડિગ્રી ઉત્તર અને રેખાંશ 87.68 ડિગ્રી પૂર્વમાં, 10 કિલોમીટરની ઊંડાઈએ હતું, અને 4.9 ની તીવ્રતાનો બીજો ધરતીકંપ સવારે 7:7 વાગ્યે આવ્યો હતો. ત્યારે જેનું કેન્દ્ર અક્ષાંશ 28.68 ડિગ્રી ઉત્તર અને રેખાંશ 87.54 ડિગ્રી પૂર્વમાં 30 કિલોમીટરની ઊંડાઈએ હતું. નેપાળ અત્યંત ધરતીકંપની રીતે સક્રિય પ્રદેશમાં સ્થિત છે. જ્યાં ભારતીય અને યુરેશિયન ટેકટોનિક પ્લેટો મળે છે. હિમાલયના પ્રદેશમાં થતી આ ટેકટોનિક પ્રવૃત્તિ ઘણીવાર વિવિધ તીવ્રતાની ધરતીકંપની ઘટનાઓનું કારણ બને છે.
