પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલા પાકિસ્તાન સંસદ ભંગ, નવી સરકાર બને સુધી કાર્યવાહક સરકાર સત્તા સંભાળશે
Live TV
-
પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો થવાના ત્રણ દિવસ પહેલા જ ભંગ કરી દેવામાં આવી છે.
પાકિસ્તાનની સંસદ પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો થવાના ત્રણ દિવસ પહેલા જ ભંગ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ બુધવારે મોડી રાત્રે વર્તમાન પ્રધાનમંત્રી શેહબાઝ શરીફની નેશનલ એસેમ્બલી ભંગ કરવાની ભલામણને મંજૂરી આપી હતી. જેથી વર્તમાન સરકારનો કાર્યકાળ સમાપ્ત થયો અને આગામી સામાન્ય ચૂંટણીઓનો માર્ગ મોકળો થયો. હવે પાકિસ્તાનમાં નવી ચૂંટાયેલી સરકાર રચાય ત્યાં સુધી કાર્યવાહક સરકાર સત્તા સંભાળશે. પાકિસ્તાનમાં નિયમ છે કે, હવે નેશનલ એસેમ્બલી પોતાનો કાર્યકાળ પુરો કરે, તો ચૂંટણી પંચે બે મહિનાની અંતર દેશમાં નવી ચૂંટણી યોજવી પડશે. પાકિસ્તાન ચૂંટણી આયોગ ટૂંક સમયમાં ચૂંટણીની તારીખો જાહેર કરશે.
