પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની મુશ્કેલીમાં સતત વધારો, સરકારે ફગાવ્યો પ્રસ્તાવ
Live TV
-
રાષ્ટ્રીય સમાધાન વટહુકમની માંગ કરી રહ્યા છે.
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. વાસ્તવમાં તેઓ રાષ્ટ્રીય સમાધાન વટહુકમની માંગ કરી રહ્યા છે. આ માટે તેમણે સરકારને વાતચીતનો પ્રસ્તાવ મોકલ્યો હતો. પરંતુ સરકારે તેને ફગાવી દીધો છે. બીજી તરફ પીએમએલ-એનના નેતા નવાઝ શરીફે કહ્યું કે, નેતાઓ સાથે વાતચીત થાય છે, આતંકવાદીઓ સાથે નહીં. સાથે જ મરિયમ ઔરંગઝેબે પણ કહ્યું કે, દેશ પર હુમલો કરનારાઓને સજા મળે છે, વાટાઘાટો નહીં. મહત્વનું છે કે ઈમરાન ખાને સરકાર સાથે વાતચીત કરવા માટે 7 સભ્યોની ટીમ બનાવી હતી. આ વાતચીતનો હેતુ સામાન્ય ચૂંટણીની તારીખ પર સર્વસંમતિ સાધવાનો હતો.
