Skip to main content
Settings Settings for Dark

પાકિસ્તાન તહરીક-એ ઇન્સાફના નેતા ઇમરાન ખાને પ્રધાનમંત્રી પદના શપથ લીધા

Live TV

X
  • તેમને નેશનલ એસેમ્બલીમાં 176 વોટ મળ્યા હતા

    પાકિસ્તાન તહરીક-એ ઇન્સાફના નેતા ઇમરાન ખાને આજે પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા. તેઓ પાકિસ્તાનના 22માં પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા છે. તેમને નેશનલ એસેમ્બલીમાં 176 વોટ મળ્યા હતા. તેમના હરીફ પાકિસ્તાન મુસ્લિમ લીગના શહબાઝ શરીફને 96 વોટ મળ્યા હતા. જ્યારે બિલાવલ ભુટ્ટોની પાર્ટી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ મતદાનમાં ભાગ લીધો ન હતો. પાકિસ્તાનમાં આ વર્ષે 25 જુલાઈએ યોજાયેલી ચુંટણીમાં, પાકિસ્તાન તહેરીક-એ-ઇન્સાફ પાર્ટી 116 સીટો સાથે સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી હતી. પાકિસ્તાન ચૂંટણીપંચ દ્વારા 11 ઓગસ્ટે મહિલાઓ અને અલ્પસંખ્યક સમુદાય માટે અનામત સીટ પર સફળ ઉમેદવારનું જાહેરનામું બહાર પાડ્યા પછી પાકિસ્તાનની રાષ્ટ્રીય એસેમ્બલીમાં PTIના કુલ 158 સભ્ય થઈ ગયા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
apply