પુતિને યુક્રેન સામે પરમાણુ હથિયારના ઉપયોગનો કર્યો ઈન્કાર
Live TV
-
છેલ્લા કેટલાક મહિનાઓથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં મિસાઈલ સહિત બોંબનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સામે પરમાણુ હથિયારના ઉપયોગની વાતથી ઈન્કાર કર્યો છે. તેમણે જણાવ્યું કે, રશિયાનો કોઇ ઈરાદો નથી. હુમલા કરવાની અમને કોઈ જરુર દેખાતી નથી, તેનો રાજકીય કે સૈન્યની રીતે કોઈ અર્થ નથી. ઉલ્લેખનીય છે કે પુતિને તેમના ભાષણમાં યુએસ અને તેના સાથીઓ પર પણ આકરા પ્રહારો કર્યા હતા.
