Skip to main content
Settings Settings for Dark

પૂર્વ જાપાનમાં 5.9 તીવ્રતાનો ભૂકંપ, રાજધાની ટોક્યોમાં આંચકા અનુભવાયા

Live TV

X
  • પૂર્વ જાપાનમાં રાજધાની ટોક્યો સહિત અનેક સ્થળોએ રવિવારે(23 ઓગસ્ટ) રાત્રે બે વાગ્યા પછી વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.9 નોંધાઈ હતી. દેશની હવામાન એજન્સીએ જણાવ્યું કે સુનામીનું કોઈ જોખમ નથી. જાપાન મૌસમ વિજ્ઞાન એજન્સીના જણાવ્યા અનુસાર, આ ભૂકંપ ઇબારાકી પ્રાંતમાં 70 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેએ તેની પ્રારંભિક તીવ્રતા 5.8 માપી હતી. આ ઘટનાના એક દિવસ પહેલા રાજધાનીએ મૂશળધાર વરસાદનો સામનો કરવો પડ્યો હતો.

    'જાપાન ટુડે' અને 'ધ જાપાન ન્યૂઝ'ના અહેવાલ મુજબ, અત્યાર સુધી ભૂકંપમાં કોઈના ઈજાગ્રસ્ત થયાના કે નુકસાન થયાના કોઈ સમાચાર નથી. જો કે, પ્રધાનમંત્રી સાનાએ તાકાઈચીએ 'X' પર જણાવ્યું હતું કે સરકાર સંભવિત નુકસાનનું આકલન કરવા માટે એક ટાસ્ક ફોર્સ બનાવી રહી છે. ભૂકંપના કારણે મોબાઈલ ફોન પર ઇમરજન્સી એલર્ટ પણ આવ્યા હતા. એવું કહેવામાં આવ્યું છે કે, આના કારણે ટોક્યોમાં લગભગ 460 ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી.

    ગયા મહિને જાપાનના સૌથી દક્ષિણી ટાપુ ક્યુશુના કુમામોટો વિસ્તારમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના કારણે 38 લોકોના મોત થયા હતા અને 364 લોકો ઘાયલ થયા હતા. આ ભૂકંપથી 1,500 થી વધુ ઇમારતો ધરાશાયી થઈ હતી અને લગભગ 20,000 અન્ય ઇમારતોને નુકસાન પહોંચ્યું હતું.

    આ પહેલાં શનિવારે(22 ઓગસ્ટ) બપોરે ટોક્યો અને આસપાસના વિસ્તારોમાં મૂશળધાર વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક સ્થળોએ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. જેમાં ઇટાબાશી વોર્ડ પણ સામેલ છે. આ વોર્ડમાં પ્રતિ કલાક 120 મિલીમીટર વરસાદ નોંધાય્યો હતો. જાપાન મૌસમ વિજ્ઞાન એજન્સીએ ટોક્યો અને કાન્ટો માટે પૂરની અને થોડા સમય માટે લેવલ ચારની ઇમરજન્સી વોર્નિંગ જારી કરી હતી. ચેતવણી પાછી ખેંચી લેવામાં આવે તે પહેલાં રસ્તાઓ તળાવ જેવા બની ગયા હતા. આ અગાઉ આ જ મહિને પાડોશી ચિબા પ્રાંત અને પૂર્વ જાપાનના કેટલાક ભાગોમાં અભૂતપૂર્વ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-08-2026 Max Temp : °C Min Temp : °C
apply