પ્રધાનમંત્રીએ સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનાડીન્સના પ્રધાનમંત્રી રાલ્ફ ગોન્સાલ્વિસ પર હુમલાની નિંદા કરી
Live TV
-
પ્રધાનમંત્રીએ તેમના ઝડપથી સ્વસ્થ થવાની કરી કામના
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનાડીન્સના પ્રધાનમંત્રી રાલ્ફ ગોન્સાલ્વિસ પર થયેલા ભયાનક હુમલાની નિંદા કરી છે અને તેમને જલ્દી સ્વસ્થ અને સારા સ્વાસ્થ્યની કામના કરી છે. ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, "હું સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનાડીન્સના પ્રધાનમંત્રી રાલ્ફ ગોન્સાલ્વિસ પર થયેલા ભયાનક હુમલાની નિંદા કરું છું. હું તમને ઝડપથી સ્વસ્થ થવા અને સારા સ્વાસ્થ્યની ઈચ્છા કરું છું. આજે યુએનએસસી મેરીટાઇમ સિક્યુરિટી પર ઓપન ડિબેટમાં તમારી હાજરી ગુમાવીશું."
