Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબેના રાજકીય અંતિમ સંસ્કારમાં ભાગ લેશે

Live TV

X
  • શિન્ઝો આબે જાપાનના સૌથી લાંબા સમય સુધી પ્રધાનમંત્રી પદ પર રહ્યા હતા.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનની યાત્રા પર જવા ગઇકાલે રવાના થયા હતા અને તેઓ ટોક્યો પહોંચી ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબેના રાજકીય અંતિમ સંસ્કારમાં ભાગ લેશે. આ સમારોહ ટોક્યોના નિપ્પોન બુડોકન એરેનામાં યોજાશે. આઠ જુલાઈએ પ્રચારયાત્રા દરમિયાન ગોળી વાગતાં શિન્ઝો આબેનું અવસાન થયું હતું. શિન્ઝો આબે જાપાનના સૌથી લાંબા સમય સુધી પ્રધાનમંત્રી પદ પર રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમની ગાઢ મિત્રતા હતી. ભારત-જાપાન સંબંધોમાં શિન્ઝો આબેના યોગદાનને કારણે તેમને પદ્મ વિભૂષણ એનાયત કરીને સન્માનવામાં આવ્યા હતા. મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાને પણ મળશે. 

    વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબેના રાજકીય અંતિમ સંસ્કારમાં ભાગ લેશે. ભારતે પૂર્વ પીએમ આબેના સન્માનમાં 9 જુલાઇ 2022ના રોજ , એક દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી હતી. આ યાત્રા તેમની સ્મૃતિને સન્માનિત કરવાનો અવસર આપશે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply