Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સિંગાપોરના પ્રધાનમંત્રી લોરેન્સ વોંગ સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે સિંગાપોરના પ્રધાનમંત્રી લોરેન્સ વોંગ સાથે વાતચીત કરશે. બંને નેતાઓ ભારત-સિંગાપોર વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરશે અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કરશે.

    પીએમ મોદી બ્રુનેઈની સફળ મુલાકાત પૂર્ણ કર્યા બાદ ગઈકાલે લાયન સિટી સિંગાપોર પહોંચ્યા હતા. સિંગાપોરના પ્રધાનમંત્રીએ ગઈ કાલે સાંજે તેમના સન્માનમાં ખાનગી રાત્રિભોજનનું આયોજન કર્યું હતું. સોશિયલ મીડિયા પોસ્ટમાં પીએમ  મોદીએ ઉલ્લેખ કર્યો કે તેમણે પ્રધાનમંત્રી વોંગ સાથે વિવિધ મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા કરી. તેમણે કહ્યું કે ભારત સિંગાપોર સાથે તેના મૈત્રીપૂર્ણ સંબંધોને મહત્ત્વ આપે છે.

    પ્રધાનમંત્રી મોદી આજે સિંગાપોરના રાષ્ટ્રપતિ અને અન્ય મહાનુભાવો સાથે પણ મુલાકાત કરશે. તેઓ સિંગાપોરની કંપનીઓના સીઈઓને પણ મળશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply