Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા મહિને અમેરિકાની મુલાકાતે જશે 

Live TV

X
  • પ્રધાનમંત્રી મોદીની અમેરિકાની મુલાકાતને પગલે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધૂ મજબૂત બનશે

    રાષ્ટ્રપતિ જોસેફ બાઈડન અને તેમની પત્ની અને પ્રથમ મહિલા જિલ બાઇડનના આમંત્રણને પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા મહિને યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની મુલાકાતે જશે. મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22મી જૂને રાત્રિભોજનમાં હાજરી આપશે. આ મુલાકાત ભારત અને યુએસ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીના વધતા મહત્વને રેખાંકિત કરશે કારણ કે બંને દેશો અસંખ્ય ક્ષેત્રોમાં સહયોગ કરે છે.

    રાષ્ટ્રપતિ બાઈડન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટેક્નોલોજી, વેપાર, ઉદ્યોગ, શિક્ષણ, સંશોધન, સ્વચ્છ ઉર્જા, સંરક્ષણ, સુરક્ષા, આરોગ્યસંભાળ અને લોકો વચ્ચેના સંબંધોને ગાઢ બનાવવા સહિતના પરસ્પર હિતના વિવિધ ક્ષેત્રોમાં મજબૂત દ્વિપક્ષીય સહકારની સમીક્ષા કરશે. 

    એક નિવેદનમાં, વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ બાઈડન G20 સહિત પ્લુરી-લેટરલ અને બહુપક્ષીય મંચોમાં ભારત-યુએસ સહયોગને મજબૂત કરવાના માર્ગો પણ શોધશે. તેઓ મુક્ત,ખુલ્લા અને વ્યાપક ઈન્ડો-પેસિફિક માટેના તેમના વિઝન પર વિચાર કરશે અને ક્વાડ જોડાણોને વિસ્તૃત અને એકીકૃત કરવાની તકો અંગે ચર્ચા કરશે.

    આ ઐતિહાસિક મુલાકાત ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ માટે વ્યાપક અને વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે એક મૂલ્યવાન તક પૂરી પાડે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply