ફીજીમાં આજે સવારે 6.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા નોંધાયા
Live TV
-
ફીજીમાં આજે સવારે 6.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ વિશેની જાણકારી નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી દ્વારા આપવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે ભૂકંપના ઝટકા સવારના 10 વાગ્યાની આસપાસ અનુભવાયા હતા. સવારના સમયે અનુભવાયેલા ઝટકાની તીવ્રતા રીક્ટર સ્કેલ પર 6.3 ની નોંધાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યા પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર બિંદુ જમીનની નીચે 569 ની ઉંડાઇ પર નોંધાયુ હતુ. મળતી માહિતી પ્રમાણે હજુ સુધી કોઈ મોટી જાનહાની થયાના સમાચાર મળ્યા નથી. ત્યાની સરકાર દ્વારા હાલ ભૂકંપથી દેશમાં કેટલા પ્રમાણમાં નુકશાન થયું છે તેની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. ફીજી દક્ષિણ મહાસાગરમાં આવેલો અને લગભગ 300 જેટલા ટાપુઓથી બનેલો એક દેશ છે.
