ફ્રાન્સના ન્યુ કેલેડોનિયાએ અનુભવ્યો 7.7ની તીવ્રતાનો ભૂકંપ
Live TV
-
વનુઆતુ, ફિજી અને ન્યુ કેલેડોનિયા માટે સંભવિત સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી
ફ્રાન્સના ન્યુ કેલેડોનિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ન્યુ કેલેડોનિયાના ફ્રેન્ચ પ્રદેશમાં લોયલ્ટી ટાપુઓના દક્ષિણપૂર્વમાં 7.7ની તીવ્રતા ત્રાટક્યા બાદ શુક્રવારે દક્ષિણ પેસિફિકના દેશોમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી.
આ ભૂકંપ સમુદ્રમાં 37 કિમીની ઊંડાઇએ જોવા મળ્યો હતો. આ ભૂકંપનું પાણીની અંદર આટલી ઓછી ઊંડાઈએ આવવું એ એક ચિંતાજનક વાત છે.
વનુઆતુ, ફિજી અને ન્યુ કેલેડોનિયા માટે સંભવિત સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી તેમજ વનુઆતુની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન કચેરીએ અગાઉ લોકોને દરિયાકાંઠાના વિસ્તારો ખાલી કરવાની સલાહ આપી હતી.
