ફ્રાન્સના રાષ્ટ્રપતિએ તેલ અવીવમાં ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ સાથે મુલાકાત કરી
Live TV
-
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પ્રસ્તાવ મૂક્યો છે કે ઈરાક અને સીરિયામાં ઈસ્લામિક સ્ટેટ સામે લડી રહેલા આંતરરાષ્ટ્રીય ગઠબંધને ગાઝામાં પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસ સામે પણ યુદ્ધ કરવા માટે તેનો વિસ્તાર કરવો જોઈએ. પરંતુ,ફ્રાન્સના રાષ્ટ્રપતિએ નથી જણાવ્યું કે અમેરિકાના નેતૃત્વમાં લગભગ એક ડઝન દેશોના આ ગઠબંધનની ભૂમિકા શું હશે. ઈઝરાયેલ આ જોડાણનું સભ્ય નથી. મેક્રોનના સલાહકારોએ કહ્યું કે ગઠબંધનની ભાગીદારીનો અર્થ એ નથી કે ત્યાં સૈનિકો મોકલવામાં આવશે પરંતુ ગુપ્ત માહિતી શેર કરી શકાય છે.
જેરુસલેમમાં ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ સાથે હાજર રહેલા મેક્રોને કહ્યું કે ફ્રાન્સ અને ઈઝરાયેલ આતંકવાદને પોતાનો સામાન્ય દુશ્મન માને છે. પ્રાદેશિક સંઘર્ષના જોખમોને ટાંકીને ઈમેન્યુઅલ મેક્રોને કહ્યું કે હમાસ સામેની લડાઈમાં દયા ન રાખવી જોઈએ પરંતુ નિયમોનું પાલન કરવું જોઈએ. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ મેક્રોના પ્રસ્તાવ પર સીધી ટિપ્પણી કરી ન હતી પરંતુ કહ્યું હતું કે આ લડાઈ દુષ્ટ અને મુક્ત વિશ્વ વચ્ચે છે. બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે આ માત્ર ઈઝરાયેલની લડાઈ નથી પરંતુ દરેકની લડાઈ છે.
