ફ્રાન્સ: ચાર દિવસ સુધી ચાલતી હિંસક ઘટનાઓ દરમિયાન 1,300થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી
Live TV
-
ફ્રાન્સમાં, અલ્જેરિયન અને મોરોક્કન વંશના 17 વર્ષીય કિશોરને ટ્રાફિક પોલીસ દ્વારા ઠાર મારવામાં આવ્યા બાદ ચાર દિવસની હિંસા દરમિયાન 1,300 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને દેશમાં અશાંતિને જોતા જર્મનીનો પ્રવાસ મોકૂફ રાખ્યો છે.
સંકટનો સામનો કરવા માટે 45,000 પોલીસકર્મીઓ અને અનેક સશસ્ત્ર વાહનો તૈનાત કરવામાં આવ્યા છે. હિંસક ઘટનાઓ શરૂ થયા પછી, ડઝનેક દુકાનોમાં લૂંટ ચલાવી અને બે હજાર વાહનોને આગ ચાંપી દીધી. ફ્રાન્સના ગૃહમંત્રી ગેરાલ્ડ ડારમેનિને કહ્યું કે હિંસક ઘટનાઓમાં બેસોથી વધુ પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે.
