બાંગ્લાદેશની રાજધાની ઢાકા સ્થિત ભારતીય હાઈ કમિશનમાં 73મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ
Live TV
-
બાંગ્લાદેશની રાજધાની ઢાકા સ્થિત ભારતીય હાઈ કમિશનમાં ખૂબ ઉત્સાહ અને દેશભક્તિ સાથે 73મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કોવિડ મહામારીના કારણે લાદવામાં આવેલા નિયંત્રણો વચ્ચે, ભારતીય સમુદાયના લોકો અને હાઈ કમિશનના અધિકારીઓએ સલામત અંતરનું પાલન કરીને સમારોહમાં ભાગ લીધો હતો. હાઈ કમિશ્નર વિક્રમ દોરાઈસ સ્વામીએ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. હાઈ કમિશ્નરે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિનો સંદેશ વાંચી સંભળાવ્યો હતો.
આ દરમિયાન, ભારતીય પ્રજાસત્તાક દિવસ નિમિત્તે વિશ્વભરના દેશોમાંથી શુભેચ્છાઓ મળી રહી છે. લાતવિયા, ઓસ્ટ્રેલિયા, ભૂટાન, માલદીવ્સ અને કોલંબિયા સહિત ઘણા દેશોએ ભારતને શુભેચ્છાઓ પાઠવી છે. ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી મેરિસ પેને કહ્યું કે, ભારત અને ઓસ્ટ્રેલિયા મહત્વપૂર્ણ ભાગીદાર છે. માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદે ટ્વીટ કર્યું કે ભારત માલદીવનો સૌથી વિશ્વાસુ મિત્ર અને પાડોશી છે.
