Skip to main content
Settings Settings for Dark

બ્રિટનની કોર્ટે વિજય માલ્યા વિરુદ્ધના ભારતે આપેલા પુરાવા માન્ય રાખ્યા

Live TV

X
  • બ્રિટનની અદાલતે શુક્રવારે વિવાદાસ્પદ ઉદ્યોગપતિ વિજય માલ્યાના પ્રત્યાર્પણ અંગેના કેસની સુનાવણીમાં ભારતીય અધિકારીઓએ સોંપેલા તમામ દસ્તાવેજી પુરાવાઓનો સ્વીકાર કર્યો હતો.

    લંડનની મેજિસ્ટ્રેટ કોર્ટમાં શુક્રવારે શરાબ કારોબારી વિજય માલ્યાના પ્રત્યાપર્ણ કેસની સુનાવણી યોજાઈ હતી. કોર્ટે ભારતીય અધિકારીઓએ આપેલા દસ્તાવેજી પુરાવાઓનો સ્વીકાર કર્યો હતો. ઈંગ્લેન્ડમાં વેસ્ટ મિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં ભારતના અનુરોધ ઉપર ચાલી રહેલો કેસ અંતિમ ચરણમાં છે. આ કેસ 17 ફેબ્રુઆરી, 2017ના વર્ષમાં કોર્ટમાં દાખલ થયો હતો. ઉલ્લેખનીય છે કે, ભારતના ઉદ્યોગપતિ વિજ્ય માલ્યા બેંકોના નવ હજાર કરોડ રૂપિયા લઈને ફરાર છે. વિજય માલ્યા માર્ચ 2016થી ભારત છોડીને વિદેશ ભાગી ગયા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply