ભારતનું સતલુજ જલ વિદ્યુત નિગમ નેપાળમાં અરુણ-4 બીજી હાઇડ્રો પાવર પ્રોજેક્ટ શરૂ કરશે
Live TV
-
નેપાળે ભારતના સતલુજ જલ વિદ્યુત નિગમ - SJVN ને નેપાળમાં બીજો હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ શરૂ કરવાની મંજૂરી આપી છે. SJVN હાલમાં પૂર્વ નેપાળમાં અરુણ નદી પર 900 MW અરુણ-3 હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ વિકસાવી રહી છે. તે વર્ષ 2024માં પૂર્ણ થવાની સંભાવના છે. વડા પ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડની અધ્યક્ષતામાં નેપાળ ઇન્વેસ્ટમેન્ટ બોર્ડની બેઠકમાં ડ્રાફ્ટ પ્રોજેક્ટ વિકાસ કરારને મંજૂરી આપવામાં આવી હતી, એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે. પૂર્વ નેપાળમાં 669 મેગાવોટ લોઅર અરુણ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ વિકસાવવા માટે ભારતના સતલુજ જલ વિદ્યુત નિગમ સાથે કરાર કરવામાં આવશે.
આ ઘટનાક્રમ નેપાળના વડાપ્રધાન પ્રચંડની બુધવારથી શરૂ થનારી ભારત યાત્રા પહેલા થયો છે. પ્રોજેક્ટને અમલમાં મૂકતા પહેલા નેપાળના મંત્રી પરિષદની મંજૂરીની જરૂર પડશે. નેપાળ ઇન્વેસ્ટમેન્ટ બોર્ડની અગાઉની બેઠકમાં આ પ્રોજેક્ટ માટે 92 અબજ 68 કરોડ રૂપિયાના રોકાણને મંજૂરી આપવામાં આવી હતી.
