ભારતીય વિદ્યાર્થીઓ માટે ફ્રાંસની એક નવી પહેલ, 2030 સુધીમાં 30 હજાર ભારતીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો લક્ષ્ય
Live TV
-
વર્ક વિઝા દરમિયાન ફ્રાંસમાં કામ કરવાની અને વ્યાવસાયિક વિકલ્પો શોધવાની તક પણ આપવામાં આવશે.
ફ્રાંસે ભારતીય વિદ્યાર્થીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે એક નવી પહેલ કરી છે. ફ્રાંસે વર્ષ 2030 સુધીમાં 30 હજાર ભારતીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો લક્ષ્ય રાખ્યું છે. જેનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે શૈક્ષણિક ઉત્કૃષ્ટતા, સાંસ્કૃતિક સમજ અને દીર્ઘકાલિક મિત્રતાને પ્રોત્સાહન આપવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ફ્રાંસના બૈસ્ટિલ ડે પર મુખ્ય અતિથિ તરીકે ફ્રાંસની મુલાકાત લીધી ત્યારબાદ આ જાહેર કરવામાં આવી છે. ફ્રેન્ચ દૂતાવાસની સત્તાવાર જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને વર્ષ 2030 સુધીમાં ભારતમાં થી 30 હજાર વિદ્યાર્થીઓને આવકારવાના ફ્રાંસના લક્ષ્યની જાહેરાત કરી છે. વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, ફ્રાંસની 2 વર્ષની અનુસ્નાતક ડિગ્રી ધરાવતા ભારતીય વિદ્યાર્થીઓને અભ્યાસ પછીના વર્ક વિઝા દરમિયાન ફ્રાંસમાં કામ કરવાની અને વ્યાવસાયિક વિકલ્પો શોધવાની તક પણ આપવામાં આવશે.
