ભારત અને માલદીવ વચ્ચે આજથી સીધી કાર્ગો ફેરી સર્વિસ શરૂ
Live TV
-
રાજ્ય કક્ષાના કેન્દ્રીય જહાજ મંત્રી (સ્વતંત્ર પ્રભારી) મનસુખ માંડવિયા અને માલદીવના પરિવહન અને નાગરિક ઉડ્ડયન મંત્રી ઐશાથ નહુલાએ આજે ભારત અને માલદીવ વચ્ચે સીધી કાર્ગો ફેરી સર્વિસનું ઉદ્ઘાટન સંયુક્તપણે કર્યું હતું.
200 TEU અને 3000 MT બ્રેક બલ્ક કાર્ગોની ક્ષમતા ધરાવતું જહાજ આજે તુતિકોરિનથી કોચીની સફર કરશે, જ્યાંથી જહાજ ઉત્તર માલદીવમાં કુલ્હુધુફુશી પોર્ટ તરફ આગળ વધશે અને પછી માલે પોર્ટ પહોંચશે. આ જહાજ 26 સપ્ટેમ્બર, 2020ના રોજ કુલ્હુધુફુશી પોર્ટ પર પહોંચશે અને 29 સપ્ટેમ્બર, 2020ના રોજ માલે પહોંચશે.
આ ફેરી સર્વિસ શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ઓપરેટ કરે છે, જે મહિનામાં બે વખત ચાલશે તેમજ ભારત અને માલદીવ વચ્ચે ચીજવસ્તુઓના પરિવહનના આ વાજબી, પ્રત્યક્ષ અને વૈકલ્પિક માધ્યમો પ્રદાન કરશે.
આ પ્રસંગે મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, આ સર્વિસ ભારત અને માલદીવ વચ્ચે વિસ્તૃત દ્વિપક્ષીય સંબંધોમાં વધુ એક સીમાચિહ્ન છે. આ પ્રત્યક્ષ કાર્ગો સર્વિસ લોકો વચ્ચેના સંપર્ક અને દ્વિપક્ષીય વેપારને પ્રોત્સાહન આપીને ભારત અને માલ્દિવ્સ વચ્ચેના સંબંધોને વધારે ગાઢ બનાવશે.
