ભારત અને UAE શુક્રવારે વેપાર અને રોકાણ કરાર પર હસ્તાક્ષર કરશે
Live TV
-
દુબઈઃ ધ યુનાઈટેડ અરબ અમીરાત અને ભારત શુક્રવારે વેપાર અને રોકાણ કરાર પર હસ્તાક્ષર કરશે. આ હસ્તાક્ષર બંને દેશોના નેતાઓ દ્વારા યોજાનાર એક વર્ચ્યુઅલ સમીટ દરમિયાન કરવામાં આવશે.
અમીરાતી મીડિયાએ જણાવ્યા પ્રમાણે, UAEના શાસક મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં UAE-ઈન્ડિયા વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (UAE-India Comprehensive Economic Partnership Agreement) પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ કરારથી "આર્થિક સહકારના નવા યુગની શરૂઆત થશે અને વેપાર અને રોકાણ માટેના માર્ગો ખુલશે."
