ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધો પરસ્પર વિશ્વાસ અને સન્માન પર આધારિત: PM મોદી
Live TV
-
પ્રધાનમંત્રી મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસના છેલ્લા દિવસે બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બેનિસે પત્રકાર પરિષદ યોજી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધો પરસ્પર વિશ્વાસ અને સન્માન પર આધારિત છે અને તેનું વાસ્તવિક કારણ અહીં વસતા મૂળ ભારતીયો છે. ગઇકાલે સિડનીમાં કુડોસ બેંક એરેના ખાતે એક સામુદાયિક કાર્યક્રમમાં મૂળ ભારતીયોને સંબોધતાં, તેમણે કહ્યું કે ભૌગોલિક અંતર અને વૈવિધ્યપૂર્ણ જીવનશૈલી હોવા છતાં, યોગ અને ક્રિકેટ બંને દેશોના લોકોને યુગોથી જોડાયેલા રાખ્યા છે. છેલ્લાં નવ વર્ષમાં વિવિધ ક્ષેત્રોમાં ભારતની સિદ્ધિઓની યાદી આપતાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે દેશમાં લગભગ 50 કરોડ લોકોનાં બેંક ખાતાં ખોલવામાં આવ્યાં છે અને જાહેર વિતરણમાં પરિવર્તન આવ્યું છે. આજે ભારત સૌથી ઝડપથી વિકસતી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.
પ્રધાનમંત્રીએ જાહેરાત કરી કે ભારત બ્રિસ્બેનમાં નવું દૂતાવાસ ખોલશે. પીએમ મોદીએ અલ્બેનીઝ અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ચાહકોને આ વર્ષના વર્લ્ડ કપ માટે ભારત આવવા આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું, વર્લ્ડ કપની સાથે ભારતમાં દિવાળીનો તહેવાર પણ ઊજવવામાં આવશે. હું ઈચ્છું છું કે પીએમ અલ્બેનીઝ આ સમયગાળા દરમિયાન ભારતની મુલાકાત લે. આ પ્રસંગે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની આલ્બાનીસે કહ્યું કે, જ્યારે તેઓ ગયા માર્ચમાં ભારતની મુલાકાતે આવ્યા હતા, ત્યારે ઓસ્ટ્રેલિયા અને ભારતના લોકો વચ્ચેના ગાઢ સંબંધ અનુભવ્યા હતા. બંને નેતાઓએ સિડનીનું નામાભિધાન લિટલ ઈન્ડિયા કર્યું હતું.
