Skip to main content
Settings Settings for Dark

ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય બન્યું

Live TV

X
  • 192 મતમાંથી ભારતને મળ્યા 184 મત.

    ભારત 15 સભ્યોની બનેલી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્યપદે ચૂંટાઇ આવ્યું છે. ભારતને 192 મતો પૈકી 184 મત મળ્યા હતા. ભારતનો બે વર્ષનો કાર્યકાળ જાન્યુઆરી 2021માં શરૂ થશે. બે વર્ષના કાર્યકાળ માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્યપદ માટેની ભારતની ઉમેદવારીને ગયા વર્ષે જૂનમાં એશિયા - પ્રશાંત સમુહ તરફથી સમર્થન આપવામાં આવ્યું હતું. સમુહના પંચાવન સભ્યોમાં ચીન અને પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે. સંયુક્ત રાષ્ટ્ર ખાતેના ભારતના કાયમી પ્રતિનિધી ટી.એસ. તિરૂમૂર્તિએ તમામ દેશો તરફથી મળેલા સમર્થનને આવકાર્યું છે. તેમણે જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચૂંટાઇ આવવાની બાબત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણ અને પ્રેરક વૈશ્વિક નેતૃત્વનું પ્રમાણ છે. તેમણે જણાવ્યું કે કોરોના સંકટ પછી પણ ભારત વધુ મજબૂતી સાથે બહુઉદ્દેશક સુધાર પ્રણાલીની દીશામાં કામ કરતું રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply