ભારત સરકારના 'ઓપરેશન અજય' હેઠળ ઈઝરાયલથી ભારતીયોને લાવવાનું મિશન યથાવત
Live TV
-
ભારત સરકારના 'ઓપરેશન અજય' હેઠળ ઈઝરાયલથી ભારતીયોને લાવવાનું મિશન યથાવત
ભારતે ઇઝરાયેલમાં રહેતા ભારતીયોને દેશમાં પરત લાવવા માટે ઓપરેશન અજય શરૂ કર્યું છે. પૂરજોશમાં યુદ્ધભૂમિમાંથી ઓપરેશન અજય હેઠળ ભારતીય નાગરિકોને લાવવાની કામગીરી પણ ચાલી રહી છે. ત્યારે ઈઝરાયલથી શનિવારે મોડી રાત્રે જે ચોથી વિશેષ ફ્લાઈટ 274 ભારતીય નાગરિકોને લઈને રવાના થઈ હતી તે ભારત આવી ચૂકી છે. ગઇકાલે ત્રીજી ફ્લાઈટ દ્વારા 197 લોકો સુરક્ષિત નવી દિલ્હી પહોંચ્યા હતા. તો અગાઉ Tel-Avivથી બીજી ફ્લાઈટમાં 235 ભારતીય નાગરિકોને દિલ્હી લવાયા હતા. આ પહેલા પ્રથમ ફ્લાઈટમાં 212 ભારતીય નાગરિકોને લઈને Tel-Avivથી પ્રથમ ફ્લાઈટ નવી દિલ્હી પહોંચી હતી. વિદેશ મંત્રાલય અનુસાર આશરે 18 હજાર રતીય નાગરીકો ઇઝરાયલમાં 13 હજાર નાગરીકો પેલેસ્ટાઈન વેસ્ટ બેંક અને 30 હજાર નાગરીક ગાઝામાં છે. ઓપરેશન અજય અંતર્ગત માત્ર ઇઝરાયલથી જ ભારતીય નાગરીકોને પરત લાવવામાં મદદ થઇ રહી છે.
