મહામારી કોરોનાનો કહેર વિશ્વભરમાં, ઇટલીમાં ત્રણ દિવસનાં 1500થી વધુ મોત
Live TV
-
ચીનમાં કહેરવર્તાવીને સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ફેલાયો છે.. ચીન બાદ સૌથી વધારે ઇટલીમાં કોરોનાને કારણે લોકો મરી રહ્યાં છે.. ત્રણ દિવસમાં 1500 લોકો કોરોનાને કારણે મોતને ભેટ્યા છે..
વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત્ છે. અઢી લાખથી વધુ લોકો સંક્રમિત છે. મૃત્યુઆંક 10 હજારથી વધી ગયો છે.ઈટલીમાં કોરોના વાયરસને લઈને 627 વધુ લોકોના મોત નીપજ્યા છે. આ સાથે જ ઈટલીમાં મરનારની સંખ્યા દુનિયામાં સૌથી વધુ 4000ના આંકડાને પાર કરી ગઈ છે. ઈટલીમાં મૃ્ત્યુદર ચીનના વુહાન કરતાં પણ વધી ગયો છે.ઈટલીમાં પાછલા 3 જ દિવસમાં 1500થી વધુ લોકોના મોત નીપજ્યા છે. ઈટલીમાં કોરોના ના કારણે 4032 લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. ફ્રાન્સમાં કોરોના વાઈરસથી 78વધુ લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ દેશમાં મૃતકઆંક વધીને 450 થઈ ગયો છે. ફ્રાન્સમાં અત્યાર સુધી 12612 લોકોના કોરોના વાઈરસથી સંક્રમિત થવાની ખાતરી કરાઈ છે.આ વાયરસના કારણે 5226 લોકોને હોસ્પિટલ્સમાં ભરતી કરવામાં આવ્યા છે. આમાંથી 1300 લોકોને સઘન ચિકિત્સા રુમોમાં ખસેડાયા છે જેમાં મોટાભાગનના વૃધ્ધોનો સમાવેશ થાય છે. તો પેરુમાં કોરોના ના લીધે મૃત્યુઆંક 4 થયો છે.જેને લઈને પેરુએ નવા સ્વાસ્થ્યમંત્રીની નિમણૂક કરી છે.પેરુમાં કોરોના વાયરસના 263 કેસોની પુષ્ટી કરાઈ છે.પેરુના સ્વાસ્થ્યમંત્રાલય એ જણાવ્યુ છે કે મરનાર 4 લોકોમાંથી 3 તો તાજેતરમાં જ સ્પેનથી પરત ફર્યા હતા. તો બ્રાઝીલના સૌથી મોટા શહેર સમપાઓલોમાં કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે કેટલાંય વાણિજ્યક પ્રતિષ્ઠાનોને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશની અમલવારી 5 એપ્રિલ સુધી કરાશે. આ દરમિયાન રિઓ-ડી-જનેરોમાં પણ લોકોને ભીડમાં તેમજ સમુદ્રતટોથી બચવાની ચેતવણી આપવામાં આવી છે. બ્રાઝિલમાં અત્યારસુધી કોરોના વાયરસના લગભગ 350કેસો નોંધાયા છે.જેમાં સૌથી વદુ કેસ સમપાઓલોના છે.જેમાં 4 લોકોના મૃત્યુ પણ થયા છે. તો બીજી તરફ ઝીમ્બાબ્વેમાં કોરોના વાયરસનો 1 પોઝીટીવ કેસ સામે આવ્યો છે. ઝીમ્બાબ્વે એ એક દિવસ પુર્વે જ કોરોનાને રાષ્ટ્રીય આપદા જાહેર કર્યુ છે. તો સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુતરેઝે એક વિડીયો સંદેશ બહાર પાડ્યો છે જેમાં તેઓએ બધા જ દેશોએ સાથે મળીને વિશ્ર્વાસ અને રાજનૈતિક ઈચ્છાશક્તિઓની સાથે કોવિડ-19 સામે લડવાનું આહવાન કર્યુ છે. મહાસચિવે આ મહામારી માંથી બહાર આવવા માટે વૌશ્ર્વિક સહયોગની જરુરિયાત પર ભાર મુક્યો હતો.
