મોરોક્કોમાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2100 પર પહોંચ્યો
Live TV
-
મોરોક્કોમાં શુક્રવારે મોડી રાત્રે ભૂકંપના જબરદસ્ત આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 માપવામાં આવી છે. ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2100ને વટાવી ગયો છે. જ્યારે લગભગ 2400 ઘાયલ થયા છે. દેશના ગૃહ મંત્રાલયે કહ્યું કે હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે દટાયેલા છે. મોરોક્કોના કિંગ મોહમ્મદે સ્પેન, કતાર, યુનાઇટેડ કિંગડમ અને સંયુક્ત આરબ અમીરાત સહિતના દેશોનો મોરોક્કોમાં આવેલા ભૂકંપ બાદ મદદ મોકલવા બદલ આભાર માન્યો છે.
ભૂકંપના કારણે લોકોને ઘર છોડવું પડ્યું છે. લોકોને રસ્તા પર રાત વિતાવવાની ફરજ પડી છે. મરાકેશ શહેર પણ ભૂકંપથી ખરાબ રીતે પ્રભાવિત થયું છે, કારણ કે આ વિસ્તારમાં લગભગ ત્રણ લાખ લોકો અસરગ્રસ્ત છે. બચાવ કાર્યકર્તાઓ ઉચ્ચ એટલાસ પર્વતોમાં અલગ-અલગ સમુદાયોમાં લોકોને બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, અવરોધિત રસ્તાઓને કારણે સહાય પહોંચાડવામાં અવરોધ આવે છે.
