મોહમ્મદ સોલિહ માલદીવના આગામી રાષ્ટ્રપતિ માટે પાર્ટીની પ્રાથમિક ચૂંટણી જીત્યા
Live TV
-
માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહે તેમની પાર્ટી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટીની અંદર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી માટેની પ્રાથમિક ચૂંટણી જીતી લીધી છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર, આ પ્રથમ વખત છે જ્યારે કોઈ રાષ્ટ્રપતિએ પદ પર હોય ત્યારે આગામી ઉમેદવારી માટે પ્રાથમિક ચૂંટણી લડવી પડી હોય.
માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટીએ જણાવ્યું હતું કે સોલિહ 24,566 મતો સાથે 61% મતો જીત્યા હતા, તેમણે નશીદને 15,641 મતોથી હરાવ્યા હતા. બંનેએ છેલ્લા એક મહિનામાં દેશભરમાં અનેક ચૂંટણી પ્રચાર અને પ્રવાસો કર્યા હતા. રવિવારે મળેલી જીત બાદ સોલિહ માટે રાષ્ટ્રપતિ પદની દાવેદારી નિશ્ચિત થઈ ગઈ હતી. સોલિહે 2018માં રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું હતું અને આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી આ વર્ષે સપ્ટેમ્બરમાં યોજાશે. સ્થાનિક મીડિયા અનુસાર, સોલિહે કહ્યું છે કે MDPના શાસનને ચાલુ રાખવા માટે MDP અન્ય પક્ષોને સહકાર આપશે.
