મ્યાંનમારમાં લોકશાહી માટે લડનાર 'આંગ સાન સૂ કી'ને પાંચ આરોપોમાં મળી માફી
Live TV
-
મ્યાંનમારના શાસક લશ્કરી જુંતાએ, દેશમાં લોકશાહી માટે લડત ચલાવનાર આંગ સાન સૂ કીને તેમની સામે મૂકાયેલા 19 પૈકી પાંચ આરોપોમાં માફી આપી છે.
બૌધ્ધ ધર્મમાં મહત્વના મનાતા ધમ્મચક્ર દિને લેવાયેલા આ નિર્ણયથી આંગ સાન સુ કી ને અપાયેલ 33 વર્ષ જેલવાસની સજામાં છ વર્ષનો ઘટાડો થયો છે.
78 વર્ષના નોબેલ પુરસ્કાર વિજેતા સુ કી ને હવે જેલમાંથી પાટનગરમાં આવેલા સૂ કી ના નિવાસસ્થાને નજરકેદ હેઠળ રખાયા છે.
