મ્યાંમારમાં મોકા વાવાઝોડાના કારણે 6નાં મોત: નદીના મોજા 20 ફૂટ ઊંચે ઊછળ્યા
Live TV
-
ચક્રવાત મોકાએ મ્યાંમારમાં ઘણો વિનાશ કર્યો છે. અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. જોરદાર પવનના કારણે અનેક મકાનોની છત ઉડી ગઈ હતી. કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. વાવાઝોડાના કારણે હજારો લોકોએ પોતાના ઘર છોડીને સલામત સ્થળે જવું પડ્યું હતું.
મ્યાંમારની સૈન્ય પાસેથી મળેલી માહિતી અનુસાર, ચક્રવાતે સિત્તવે, ક્યોકપ્યુ અને ગ્વા ટાઉનશીપમાં મકાનો અને પાવર ટ્રાન્સફોર્મરને નુકસાન પહોંચાડ્યું હતું. આ વાવાઝોડામાં સેંકડો વૃક્ષો ધરાશાયી થયા છે. વીજળીના થાંભલા, ટેલિફોન ટાવર પણ ઉડી ગયા હતા. સિત્તવે પોર્ટમાં ખાલી બોટ પલટી ગઈ અને લેમ્પપોસ્ટ ઉખડી ગયા. સિત્તવે અને મંગડો જિલ્લામાં નદીઓ 16 થી 20 ફૂટ ઉપર ઉછળી હતી.
