યુએનનાં વડા એન્ટોનિયો ગુટેરેસ કરતારપુર કોરિડોરનું કર્યુ સ્વાગત
Live TV
-
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કરતારપુર કોરિડોરના ઉદઘાટનને આવકારતાં કહ્યું કે આ પહેલ આંતરરાષ્ટ્રીય સંવાદિતા અને સમજણને વધારશે.
આ ઐતિહાસિક પહેલમાં, પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને આજે , પાકિસ્તાન માં આવેલા ગુરુનાનક દેવના અંતિમ વિશ્રામ સ્થળ ગુરુદ્વારા દરબાર સાહિબ અને ડેરા બાબા ગુરુદ્વારા ગુરુદાસપુરને જોડતા ઐતિહાસિક કોરિડોરનું ઉદઘાટન કર્યું છે.
ગુરુદ્વારા દરબાર સાહિબ પાકિસ્તાનમાં રવિ નદી નજીક સ્થિત છે અને ગુરદાસપુરમાં ડેરા બાબા નાનક મંદિરથી લગભગ ચાર કિલોમીટર દૂર છે.
આ મહિનાની 12 તારીખે શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવની 550 મી જન્મજયંતી છે. કોરિડોર શરૂ કરવા માટે સરહદની બંને બાજુએ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.ગુરુ નાનકદેવે તેમના જીવનના છેલ્લા 18 વર્ષ કરતારપુર ખાતે વિતાવ્યા, જે હવે વિશ્વનુ સૌથી મોટુ શીખ ગુરુદ્વારા છે.
