Skip to main content
Settings Settings for Dark

યુક્રેને મેરીયુપોલમાં રશિયા સાથે વાટાઘાટોનો વિશેષ રાઉન્ડ યોજવા સંમતી દર્શાવી

Live TV

X
  • યુક્રેનના ટોચના અધિકારી મિખાઈલો પોડોલ્યાકે ટ્વીટ કરી જણાવ્યું હતું કે, યુક્રેન કોઈ પણ શરત વિના મેરીયુપોલમાં રશિયા સાથે વાટાઘાટો કરવા તૈયાર છે.

    યુક્રેને મેરીયુપોલમાં રશિયા સાથે વાટાઘાટોનો વિશેષ રાઉન્ડ યોજવા સંમતી દર્શાવી છે. યુક્રેનના ટોચના અધિકારી મિખાઈલો પોડોલ્યાકે ટ્વીટ કરી જણાવ્યું હતું કે, યુક્રેન કોઈ પણ શરત વિના મેરીયુપોલમાં રશિયા સાથે વાટાઘાટો કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે, મંત્રણાનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને બચાવવાનો છે. લગભગ એક હજાર નાગરિકો યુક્રેનના એઝોવસ્ટલ સ્ટીલ પ્લાન્ટમાં ફસાયેલા છે. જ્યાં યુક્રેનિયન સુરક્ષા દળો શહેરને બચાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. 

    શહેરના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું કે, તેઓ રશિયા સાથેના પ્રારંભિક કરાર હેઠળ લગભગ 6000 લોકોને બહાર કાઢવાની આશા છે. ઘણા સપ્તાહ પછી યુક્રેન અને રશિયાએ સલામત કોરિડોર સ્થાપિત કરવા માટે ફરી પ્રયાસ હાથ ધર્યા છે. મેરીયુપોલ સિટી કાઉન્સિલે નાગરિકોને બહાર કાઢવા માટે શહેર જવા માટે પ્રસ્થાન કરતી બસો અને એમ્બ્યુલન્સના લાંબી કતારનો વીડિયો જાહેર કર્યો હતો. મેરીયુપોલના મેયરે માહિતી આપી હતી કે લગભગ હજારો નાગરિકો હજુ પણ શહેરમાં ફસાયેલા છે અને યુદ્ધ શરૂ થયા પછી અત્યાર સુધીમાં હજારો લોકો માર્યા ગયા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply