રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર કર્યો ડ્રોન હુમલો, 5 લોકો ઘાયલ
Live TV
-
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 1 વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે હવે રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર ડ્રોન હુમલા શરુ કર્યા છે.
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 1 વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે હવે રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર ડ્રોન હુમલા શરુ કર્યા છે. રશિયાએ કિવ શહેર પર કરેલા ડ્રોન હુમલામાં લગભગ પાંચ લોકો ઘાયલ થયા હતા.
બીજી તરફ યુક્રેનિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઓડેસા શહેરમાં રશિયાએ દાગેલી મિસાઇલોથી ખાદ્ય સામગ્રીના વેરહાઉસમાં આગ લાગી હતી. આ સાથે યુક્રેનના બીજા કેટલાક પ્રદેશોમાં પણ વિસ્ફોટના અહેવાલ હતા. રશિયા મંગળવારે ઉજવાનારા વિજય દિવસની પરેડની તૈયારી કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ યુક્રેન પર સતત હુમલાઓ કરી રહ્યું છે.
