રશિયાના યુક્રેન પર આક્રમણની સ્થિતિમાં અમેરિકા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર વ્યક્તિગત પ્રતિબંધ લાદી શકે છેઃ જો બાઈડન
Live TV
-
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું છે કે, રશિયા દ્વારા યુક્રેન પર આક્રમણ કરવાની સ્થિતિમાં અમેરિકા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર વ્યક્તિગત પ્રતિબંધો લાદી શકે છે. જો બાઈડને ગઈકાલે વોશિંગ્ટનમાં પત્રકારોને જણાવ્યું હતું કે, જો રશિયા યુક્રેન પર કાર્યવાહી કરશે તો તેની વિશ્વ પર ભારે અસર પડશે. મિસ્ટર બાઈડનનું નિવેદન રશિયન સૈન્યએ યુક્રેનની આસપાસ મોટી લડાઇ કવાયત શરૂ કર્યા પછી આવ્યું છે.
આ દરમિયાન, મિસ્ટર બાઈડને કહ્યું કે, તેમનો યુક્રેનમાં યુએસ સૈનિકો મોકલવાનો કોઈ ઈરાદો નથી. તેમણે પુતિનના નિર્ણય પર આર્થિક પ્રતિબંધો વિશે પણ વાત કરી. પશ્ચિમી દેશોને ડર છે કે રશિયા તેના પાડોશી દેશ પર હુમલો કરી શકે છે. અધિકારીઓનું કહેવું છે કે, યુક્રેનની સરહદ પાસે ઓછામાં ઓછા 1,00,000 રશિયન સૈનિકો હાજર છે.
યુનાઇટેડ સ્ટેટ્સ અને બ્રિટને યુક્રેનની રાજધાની કિવમાંથી તેમના રાજદ્વારીઓના સંબંધીઓને પાછા ખેંચી લીધા છે.
