રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિને યુક્રેન પર ક્રિમિયા સાથે જોડાયેલ મહત્વપૂર્ણ પૂલને વિસ્ફોટથી ઉડાવવાનો આરોપ લગાવ્યો
Live TV
-
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન રવિવારે વિડિયો સંબોધનમાં યુક્રેન પર ક્રિમિયા અને તેની સાથે જોડાયેલ મહત્વપૂર્ણ પૂલને વિસ્ફોટથી ઉડાવવાનો આરોપ લગાવ્યો છે. રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું કે આ એક આયોજનબધ્ધ આતંકવાદી કાર્યવાહી હતી જેને યુક્રેન દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો. 19 કિલોમીટર લાંબા આ પુલ પર 8 ઓકટોબરે વહેલી સવારે એક વિસ્ફોટ થયો હતો જેમા ત્રણ લોકોના મોત થયા હતાં. સાથે અનેક તેલના ટેન્કરોમાં આગ લાગી હતી. પુતિન રશિયાની તપાસ સમિતીના પ્રમુખ એલેકઝાન્ડર સાથે મુલાકાત કરી હતી જેમણે વિસ્ફોટ અને આગની તપાસ ના પરિણામો રજૂ કર્યા હતાં.
રશિયા અને ક્રિમિયાને જોડતા પુલ પર વિસ્ફોટ માટે રશિયાએ યુક્રેનને જવાબદાર ઠેરવીને તેને આતંકવાદી કૃત્ય ગણાવ્યું હતું. તો બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સિકીએ જાપોરોજ્જિયામાં રશિયા દ્વારા થયેલા મિસાઇલ હુમલાની ટીકા કરી હતી તેને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું છે. યુક્રેનના દાવા પ્રમાણે અ મિલાઇલ હુમલામાં 13 વ્યક્તિઓના મોત થયા હતા
