Skip to main content
Settings Settings for Dark

રશિયા-ચીન સંયુક્ત યુદ્ધાભ્યાસની અમેરિકાએ કરી ટીકા

Live TV

X
  • 24 ફેબ્રૂઆરીથી શરૂ થયેલા રશિયા યુક્રેન યુદ્ધને 100 દિવસ થયા છે. આ યુદ્ધ અંતર્ગત ગંભીર પરિસ્થિતિનાં મામલે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને જણાવ્યું કે, રશિયા પર પશ્ચિમી દેશો દ્વારા સાઈબર હુમલો કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ હુમલાઓને સફળતાપૂર્વક નિષ્ક્રિય કરવા રશિયા સક્ષમ છે. તો બીજી તરફ યુક્રેને યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં 28,850 જેટલા રશિયન સૈનિકોએ જીવ ગુમાવ્યાનો દાવો કર્યો છે. સાથે જ 1278 રશિયન ટેન્કને ધ્વસ્ત કરવાનો દાવો પણ યુક્રેને કર્યો છે. વર્તમાન દિવસમાં યુક્રેનના લુહાસ્ક અને ડોનેત્સ્ક ક્ષેત્રમાં પરિસ્થિતિ વધારે નાજુક બની છે. રશિયાઈ સેનાએ આ ક્ષેત્રો પર પોતાનું નિયંત્રણ લાદીને સંપૂર્ણ વિસ્તારોને નષ્ટ કર્યા છે. યુક્રેની સેનાનો દાવો છે કે, આ વિસ્તારોમાં રશિયાઈ સૈનિકોના હુમલાથી 14 નાગરિકોના મૃત્યુ થયા છે તો 15 નાગરિકો ઘાયલ થયા છે. આ હુમલામાં રશિયાએ વૈમાનિક હથિયારો, રોકેટ લોન્ચર, ટેન્ક અને મિસાઈલોનો ખૂબ મોટી માત્રામાં ઉપયોગ કર્યો છે. તો બ્રિટેનની ગુપ્તચર એજન્સીના રીપોર્ટ અનુસાર રશિયાએ ડોનબાસમાં આક્રમણ વધાર્યું છે. રશિયાઈ રક્ષામંત્રી શોઈગુએ કહ્યું કે, રશિયાએ હુમલાની ગતિ ઓછી કરી છે જેના કારણે નાગરિકો સુરક્ષિત માર્ગથી સ્થળાંતર કરી શકે. શોઈગુની આ વાતનો વિરોધ કરતા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝિલિન્સકીએ જણાવ્યું કે, મોસ્કો આ વાતને છૂપાવી રહ્યું છે કે મોસ્કો પૂરી તાકતથી શા માટે નથી લડી રહ્યું. શોઈગુએ આપેલું વક્તવ્ય સંપૂર્ણ પણે અવાસ્તવિક છે કારણ કે, આ મંતવ્ય એ અનુમાન બાદ આવ્યું છે જેમાં મોસ્કોના 30,000 સૈનિકોના મૃત્યુ તથા જથ્થાબંધ હથિયારોનો નાશ યુક્રેન સેના દ્વારા કરવામાં આવ્યો હતો.  

    આ યુદ્ધ દરમ્યાન રશિયા ચીન વચ્ચે થયેલા સંયુક્ત સૈન્ય અભ્યાસને અમેરિકાએ વખોળી કાઢ્યું છે. સંવાદદાતા સંમેલનને સંબોધતા અમેરિકી વિદેશી વિભાગના પ્રવક્તા નેટ પ્રાઈઝે કહ્યું કે, આ સૈન્ય અભ્યાસ પ્રદર્શિત કરે છે કે યુક્રેનના આક્રમણ બાદ બેઈજીંગ હજુ પણ મોસ્કોની સાથે પોતાની ભાગીદારી નિભાવી રહ્યું છે. તેમણે વધુમાં ઉમેરતા કહ્યું કે, રાષ્ટ્રપતિ જો બાઈડનની યાત્રા દરમ્યાન જાપાની હવાઈ ક્ષેત્રો પાસે રશીયન અને ચીની યુદ્ધ વિમાનોનો સંયુક્ત અભ્યાસ દર્શાવી રહ્યો છે કે બને દેશો વચ્ચેની પાર્ટનરશીપ હજુ પણ વધારે જીવંત અને ખાસ છે. આ અભ્યાસની પૂર્વ તૈયારીઓ બંને દેશોએ પહેલાથી જ બનાવી હતી. 

    સાથે જ અમેરિકા આજ રાતથી મોસ્કોને ડોલરથી થતી વિદેશી ઋણની ચુકવણી માટેની છૂટને સમાપ્ત કરશે. આ પૂર્વે રશિયાએ આંતરિક મુદ્રામાં ચુકવણી કરવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ વિવિધ કરારો દ્વારા રૂબલમાં ચુકવણી કરવાની અનુમતિ આપવામાં આવી નથી. અમેરિકાનાં આ વિત્તિય પગલાથી રશિયાને અઘરી પરિસ્થિતિનો સામનો કરવો પડશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply