રશિયા પાસેથી હથિયારો ખરીદતા ભારત સામે અમેરિકાએ મુકી શરતો
Live TV
-
અમેરિકા ઈચ્છે છે કે, ભારત ડિફેંસ ડીલ માટે રશિયાને નહીં તેને પસંદ કરે. ભારતને રશિયા પાસેથી 5.5 અબજ ડૉલરના પ્રસ્તાવીત S-400 ટ્રાયંફ એર ડિફેંસ મિસાઈલ સિસ્ટમની ડીલ થનારી છે.
અમેરિકા તેના એ કાયદા પર થોડું નરમ વલણ અખત્યાર કરતુ જણાય છે જેમાં રશિયા પાસેથી હથિયાર ખરીદનારા દેશો પર પ્રતિબંધ લગાવવાની જોગવાઈ છે. અમેરિકા ભારત જ એવા દેશો માટે તેમાં છુટ આપવાની તૈયારી કરી રહ્યું છે. જોકે સાથે જ વોશિંગ્ટન નવી દિલ્હી પર કેટલીક શરતો પણ લગાડી રહ્યું છે.
જે અંતર્ગત ભારતને રશિયા પાસેથી 5.5 અબજ ડૉલરના પ્રસ્તાવીત S-400 ટ્રાયંફ એર ડિફેંસ મિસાઈલ સિસ્ટમની ડીલને આગળ ન વધારવી. તેનો અર્થ સ્પષ્ટ છે કે, અમેરિકા ઈચ્છે છે કે, ભારત ડિફેંસ ડીલ માટે રશિયાને નહીં તેને પસંદ કરે.
બીજી બાજુ ભારત અને રશિયા વચ્ચે 12 અબજ ડૉલરના સંરક્ષણ પરિયોજનાઓ પર વાતચીત હજી પણ યથાવત છે. બંને દેશો યૂએસના નવા કાયદા એકાઉંટિંગ અમેરિકા એડ્વર્સેરી થ્રુ શેંગ્શન એક્ટ (CAATSA)માંથી છટકબારી શોધવાનું રોડમેપની વાત કરી રહ્યું છે. અમેરિકાના સંરક્ષન મંત્રી જિમ મૈટિસ પ અહેલા જ કહી ચુક્યાં છે કે, ભારત જેવા દેશને CAATSAમાં છૂટ મળવીએ જોઈએ. ભારતના સુરક્ષા પ્રતિષ્ઠાન આ વાતને લઈને ખુબ જ નારાજ છે કેમ કે, 6 એપ્રિલે રશિયાના 39 સંસ્થાઓ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેમાં રશિયાની સરકારી હથિયાર કંપનીઓ પણ શામેલ છે, જેની સાથે ભારત સતત સંરક્ષણ સોદાઓ કરતું રહે છે. CAATSA કાયદા અંતર્ગત આ પ્રતિબંધિત કંપનીઓ પાસેથી ખરીદી કરનારાઓ કોઈ પન ત્રીજી પાર્ટી પર પ્રતિબંધ લગાવી શકે છે.
ભારત રશિયા પાસેથી 40000 હજાર કરોડના ખર્ચે દુનિયાની સૌથી આધુનિક S-400 ટ્રાયંફ એર ડિફેંસ મિસાઈલ સિસ્ટમ ખરીદવા જઈ રહ્યું છે. થોડા સમય પહેલા જ મોદીની રશિયા મુલાકાત દરમિયાન આ ડિલ પર મંજૂરીની મ્હોર પણ વાગી ગઈ છે અને કિંમત પણ નક્કી થઈ ગઈ છે. હવે અમેરિકી પ્રશાસનમાં આ વાતને લઈને ચિંતા છે કે, રશિયા પાસેથી S-400 સિસ્ટમ ખરીદવાથી બંન્ને અમેરિકા સાથેના સંરક્ષણ સહયોગને ઝાટકો લાગી શકે છે. હાઉસ આર્મ્ડ સર્વિસ કમિટીના ચેરમેન વિલિયમ મેકે કહ્યું હતું કે, અમે ભારતને ખુબ જ મહત્વપૂર્ણ સહયોગી માનીએ છીએ.
