રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત દિવાળી સમારોહમાં લીધો ભાગ
Live TV
-
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે દિવાળી સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે ભારતીય મૂળના સાંસદ કમલા હેરિસ, પ્રમિલા જયપાલ, રાજા કૃષ્ણમૂર્તિ, રો ખન્ના સહિત ઘણા અમેરિકન સાંસદો હાજર રહ્યા હતા.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દિવાળીનો સંદેશ જારી કરીને સમગ્ર વિશ્વને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું હતું કે અમેરિકા અને દુનિયાભરના હિન્દુઓ, જૈનો, શીખ અને બૌદ્ધ ધર્મ માટે આ પવિત્ર સમય અંધકાર ઉપર અજવાળો, અનિષ્ટ ઉપર સારો અને અજ્ઞાનઉપર જ્ઞાનની જીતનો અવસર છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના સંદેશમાં કહ્યું હતું કે દીપાવલીની ઉજવણી અમેરિકાભરમાં આપણા દેશની ધાર્મિક સ્વતંત્રતાના મૂળભૂત સિદ્ધાંતોની યાદ અપાવે છે.
