Skip to main content
Settings Settings for Dark

લિબીયામા વિનાશકારી પૂરથી મૃત્યું આંક 5 હજારથી વધુ થયો, દસ હજારથી વધુ લોકો ગુમ

Live TV

X
  • લિબીયામા વિનાશકારી પૂરથી મૃત્યું આંક 5 હજારથી વધુ થયો છે. સરકારી અધિકારીએ જણાવ્યું કે મૃત્યું આક વધવાની આશંકા છે કેમ કે પૂર્વી શહેર ડરનામા ભારે પૂર બાદ શોધ અને બચાવ દળને સતત મૃતદેહો મળી રહ્યાં છે.  અને દસ હજારથી વધુ લોકો હજુ પણ ગુમ છે. લીબિયાના પૂર્વીય શહેર ડેરનાનો એક ક્વાર્ટર વાવાઝોડાને કારણે ડેમ તૂટ્યા બાદ નાશ પામ્યો હતો. એકલા ડેરનામાં એક હજાર પાંચસોથી વધુ મૃતદેહો મળી આવ્યા છે. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃતકોમાં ઓછામાં ઓછા 145 ઇજિપ્તવાસીઓનો સમાવેશ થાય છે.

    દરમિયાન, ઇજિપ્ત સહિત વિવિધ દેશોમાંથી મદદ લિબિયા પહોંચવાનું શરૂ થઈ ગયું છે. અમેરિકા, જર્મની, ઈરાન, ઈટાલી, કતાર અને તુર્કીએ પણ સહાય સામગ્રી મોકલવાની માહિતી આપી છે. દરમિયાન, લિબિયામાં રાજકીય પરિસ્થિતિને કારણે બચાવ કાર્યમાં અવરોધ આવી રહ્યો છે. દેશ બે હરીફ સરકારો વચ્ચે વહેંચાયેલો છે.

    ગયા અઠવાડિયે ભૂમધ્ય સમુદ્રમાં ત્રાટકેલા વાવાઝોડા ડેનિયલને રવિવારે ગ્રીસ, તુર્કી અને બલ્ગેરિયામાં પણ નુકસાન પહોંચાડ્યું હતું. હવામાનશાસ્ત્રીઓએ ઇજિપ્તના પશ્ચિમ ભાગોમાં પણ આ વાવાઝોડાની ચેતવણી જારી કરી છે અને લોકોને વરસાદ અને ખરાબ હવામાનથી સાવચેત રહેવા જણાવ્યું છે. વૈજ્ઞાનિકોના મતે આ વાવાઝોડાનું મુખ્ય કારણ ક્લાઈમેટ ચેન્જ છે. તેમણે ચેતવણી પણ આપી છે કે ઉનાળામાં પાણી વરાળમાં ફેરવાઈ જવાથી આવા તોફાનો વધુ આવી શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply