વાઈટ હાઉસ છોડ્યા બાદ ગુપ્ત દસ્તાવેજો તેમની પાસે રાખવા બાબતે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે કેસ ચાલશે
Live TV
-
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ 2 મહિનાની અંદર બીજો ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ગુપ્ત દસ્તાવેજોથી જોડાયેલા મામલામાં ટ્રમ્પની સામે કેસ ચાલશે. ટ્રમ્પ પર આરોપ છે કે, વાઈટ હાઉસ છોડ્યા બાદ પણ ટ્રમ્પએ ઘણાબધા ગુપ્ત દસ્તાવેજો તેમની પાસે રાખ્યા હતા. અને તેમને ફ્લોરિડામાં તેમના માર-એ-લાગો રિસોર્ટમાં રાખ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ પર એવો પણ આરોપ છે કે તેઓએ તપાસમાં દખલ કરવાનો પ્રયાસ કરીને ન્યાયમાં અવરોધ ઉભો કર્યો હતો.ડોનાલ્ડ ટ્રમ્પને 13 જૂને બપોરે 3 વાગ્યે મિયામીમાં ફેડરલ કોર્ટ હાઉસમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.
અગાઉ એપ્રિલમાં તેમની સામે એક પોર્નસ્ટારને પૈસા આપીને ચૂપ કરવા બદલ ફોજદારી કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં 4 એપ્રિલે કોર્ટે તેમની સામે 34 આરોપો ઘડ્યા હતા. આ સાથે તેઓ એવા પ્રથમ યુએસ પૂર્વ રાષ્ટ્રપતિ બન્યા છે, જેમના પર આ પ્રકારના આરોપો લાગ્યા છે.
