Skip to main content
Settings Settings for Dark

વિદેશમંત્રી એસ. જયશંકર આજે ચીનના પ્રવાસે, SCO બેઠકમાં ભાગ લેશે

Live TV

X
  • ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર આજે રવિવારથી ચીનના તિયાંજિન શહેરની ત્રણ દિવસીય મુલાકાતે જઈ રહ્યા છે, જ્યાં તેઓ શાંઘાઈ સહયોગ સંસ્થા (SCO)ના સભ્ય દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. આ મુલાકાત ખાસ તે કારણે પણ મહત્વપૂર્ણ બની છે કે 2020ની ગલવાન ઘાટીના સંઘર્ષ પછી જયશંકરની આ પહેલી ચીન યાત્રા છે.

    ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર આજે રવિવારથી ચીનના તિયાંજિન શહેરની ત્રણ દિવસીય મુલાકાતે જઈ રહ્યા છે, જ્યાં તેઓ શાંઘાઈ સહયોગ સંસ્થા (SCO)ના સભ્ય દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. આ મુલાકાત ખાસ તે કારણે પણ મહત્વપૂર્ણ બની છે કે 2020ની ગલવાન ઘાટીના સંઘર્ષ પછી જયશંકરની આ પહેલી ચીન યાત્રા છે.

    ગયા વર્ષે ઓક્ટોબરમાં PM નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે રશિયાના કઝાનમાં બ્રિક્સ સમિટ દરમિયાન મહત્વપૂર્ણ દ્વિપક્ષીય મુલાકાત થઈ હતી. લગભગ પાંચ વર્ષમાં પહેલી વાર બે દેશોના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ વચ્ચે આ બેઠક યોજાઈ હતી. જેમાં વડાપ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે ભારત-ચીન સંબંધો માત્ર ત્યારે જ સ્થિર અને સકારાત્મક બની શકે જ્યારે તે પારસ્પરિક વિશ્વાસ, માન અને સંવેદનશીલતા પર આધારિત હોય.

    આ બેઠક પછી, એનએસએ અજીત ડોભાલ, રક્ષા મંત્રી રાજનાથસિંહ અને વિદેશસચિવ વિક્રમ મિસ્રીએ પણ ચીનની મુલાકાત લીધી હતી. ગયા મહિને બીજિંગમાં યોજાયેલી એસસીઓ સુરક્ષા સલાહકારોની બેઠકમાં અજીત ડોભાલે આતંકવાદ અને ખાસ કરીને લશ્કર-એ-તૈયબા, જૈશ-એમોહમ્મદ, અલકાયદા અને ISIS જેવા સંગઠનોની પ્રવૃત્તિઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. સાથે જ તેમણે પહેલગામ આતંકી હુમલો અને "ઓપરેશન સિંદૂર"નો પણ ઉલ્લેખ કર્યો હતો.

    ડોભાલે ચીનના વિદેશમંત્રી અને કમ્યુનિસ્ટ પાર્ટીના પોલિટબ્યુરોના સભ્ય વાંગ યી સાથે પણ બેઠક કરી હતી. બંને નેતાઓએ ભારત-ચીન સંબંધોની સમીક્ષા કરી અને દ્વિપક્ષીય સંબંધોમાં લોકો વચ્ચે સંપર્ક વધારવા પર ભાર મૂક્યો હતો. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથસિંહએ પણ એસસીઓની રક્ષા મંત્રીઓની બેઠકમાં ચીનના રક્ષા મંત્રી એડમિરલ ડોંગ જૂન સાથે મુલાકાત કરી હતી, જેમાં ભારત-ચીન સીમા પર શાંતિ જાળવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. વિદેશમંત્રી જયશંકરની આજથી શરૂ થતી યાત્રા એ સંકેત આપે છે કે બંને દેશો વચ્ચે ફરીથી નવો સંવાદ શરૂ થઈ રહ્યો છે, ખાસ કરીને સીમાસંઘર્ષ અને પ્રાદેશિક સુરક્ષા જેવા મુદ્દાઓ પર. આ યાત્રા દ્વિપક્ષીય સંબંધોમાં નવી દિશા લાવવાની આશા જગાવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply