વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકરે 8મી ભારત-બ્રાઝિલ સંયુક્ત બેઠકની સહઅધ્યક્ષતા કરી
Live TV
-
વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકરે ગઈકાલે બ્રાઝિલના વિદેશમંત્રી સાથે 8મી ભારત-બ્રાઝિલ સંયુક્ત બેઠકની સહઅધ્યક્ષતા કરી.બેઠકમાં વ્યાપાર અને રોકાણ ,પેટ્રોલિયમ,સ્વાસ્થ્ય, પારંપારિક ચિકિત્સા,વિજ્ઞાન અને ટેક્નોલોજી,કૃષિ,અવકાશ,સુરક્ષા,અને આતંકવાદ સહિત ઘણા મહત્વના મુદ્દા પર ચર્ચા કરાઈ.બેઠક બાદ કરવેરા અને પ્રસારણ-ક્ષેત્રના કરારો પર હસ્તાક્ષર કરાયા.બંને મંત્રીઓએ બ્રિક્સ, IBSA, UN, G20 અને યૂક્રેન સંઘર્ષ અંગે વિચાર-વિમર્ષ કર્યા હતા.ડૉ.એસ.જયશંકરે ભારતના આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ટિકિટ બહાર પાડવા બદલ બ્રાઝીલ સરકારની પ્રશંસા કરી અને બ્રાઝિલ વિદેશ મંત્રીનો આભાર માન્યો.ડૉ.એસ.જયશંકરે બ્રાઝિલ ના રાષ્ટ્રપતિ બોલ્સોનારો સાથે પણ મુલાકાત કરી.
